એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આજે રાત્રે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે તથા વિહિપ દ્વારા કાલે મંગળવારે નગર દરવાજાના ચોક ખાતે ઉગ્ર વિરોધ કરાશેમોરબી : બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે. જે ઘટનાને પગલે મોરબીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એકતા એજ લક્ષ્ય સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા આજે આ ઘટનાના વિરોધમાં કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે.એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સમસ્ત હિન્દુ સમાજને સાથે રાખી આજે તા.22ના રોજ રાત્રે 9 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી શહેર દ્વારા કાલે મંગળવારના રોજ નગર દરવાજાના ચોક ખાતે સાંજે 6 કલાકે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા મુજબ હાલના સમયમાં બહોળી સંખ્યામાં હિન્દુ વિરોધી અને હિન્દુની આસ્થા, ધર્મ અને જીવને આઘાત પહોંચનાર ઘટનાઓ અતિ બની રહી છે. બાંગ્લાદેશમાં સામાન્ય હિન્દુ શ્રમિક દીપુદાસ પર ઈસ નિંદાના ખોટા આરોપ લગાવી અનૌપચારિક વાતચીતમાં દીપુદાસની જેહાદી ભીડ દ્વારા હત્યા કરવામાં આવી. ત્યારબાદ તેને ઝાડ પર લટકાવી બાળી દેવામાં આવે છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે.