મોરબી : સત્યેશ્વર મહાદેવ મંદિરના મહંત પિન્ટુગીરી બાપુ દ્વારા તા. 23 થી 31 ડિસેમ્બરના રોજ સવારે 10 થી 5 કલાક દરમિયાન શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દવા, ઓપરેશન કે કોઈ પણ પ્રકારની આડ અસર વગર 100 % રાહત આપતી થેરાપી આપવામાં આવશે. ત્યારે શરીરના તમામ પ્રકારના દુ:ખાવા જેવા કે, સાયટીકા, સ્નાયુનો દુઃખાવો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો, ગોટલાનો દુઃખાવો વગેરે દુઃખવા માટે આ કેમ્પની મુલાકાત લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.