મોરબી : મોરબીથી રાજકોટની તમામ ઇન્ટરસિટી બસ જુના બસ સ્ટેન્ડથી જ ઉપડે છે. ત્યારે મુસાફરોની સરળતા માટે અમુક બસો નવા બસસ્ટેન્ડથી ઉપડવાની માંગ ઉઠાવવામાં આવી છે. પરેશભાઈ દલસાણીયા દ્વારા એસટી તંત્રને સૂચન આપવામાં આવ્યું છે કે આ તમામ ઈન્ટરસિટી તમામ બસ જુના બસ સ્ટેશનથી ઉપડે છે. એટલે નવા બસ સ્ટેશનથી ચઢનારને ઊભા ઊભા જ રાજકોટ જવાનું થાય છે.જુના બસ સ્ટેશનથી જ બસ ફુલ થઈ જાય છે એટલે જગ્યા હોતી નથી. અમુક નવા બસ સ્ટેશનથી રાજકોટ જવા ઉપડે એવી વ્યવસ્થા કરવામાં આવે તો મુસાફરોને જગ્યા મળી શકે.