મોરબી : મોરબી તાલુકાના ચકમપર (જી) ગામે રહેતા જયદીપભાઈ મંગાભાઈ ડાઇ ઉ.30 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.