મોરબી : લુણસરથી મોરબી આવી વસેલા ઉમિયા પરિવાર દ્વારા સત્તત 18 વર્ષથી વિવિધ પ્રકારના કાર્યકર્મો કરતા આવ્યા છે. આ વર્ષે પણ તારીખ 25 ડિસેમ્બર ને ગુરુવારના રોજ લુણસર ઉમિયા પરિવાર દ્વારા 19માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 3-30 કલાકેથી યોજાનાર આ સ્નેહમિલન સમારોહમાં સ્નેહમિલન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લૂણસર ગામના ઉમિયા પરિવારના સભ્યોએ સહ પરિવાર ઉપસ્થિત રહીને કાર્યકર્મની શોભા વધારવા લુણસર ઉમિયા પરિવારના પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.