મોરબી: નવયુગ સંકુલ અને નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા તાજેતરમાં KG થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના યુવાનો માટે બે દિવસીય ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમોત્સવ ઉત્સાહ, શિસ્ત અને પરિવારિક માહોલમાં સંપન્ન થયો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમ વર્ક અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્ત્વ વિકસાવવાનો હતો.સ્પોર્ટ્સ ડેમાં 100 મીટર દોડ, ઊંચી/લાંબી કૂદ, ગોળા ફેંક, શટલ રેસ, ખો-ખો, દોરી ખેંચ (ટગ ઓફ વોર), બાસ્કેટબોલ, રસ્સી ખેંચ અને ચેસ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત, વાલી મિત્રોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને પારિવારિક માહોલ પૂરો પાડ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ પણ તેમની રમત કુશળતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.સંસ્થાના પ્રમુખે સંદેશ આપતા જણાવ્યું કે, 'વિદ્યાર્થી જીવનમાં રમતગમત શિસ્ત, ટીમ વર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સ્ટાફની મહેનત ખરેખર પ્રશંસનીય છે.' સમગ્ર કાર્યક્રમ શિક્ષકોના સુંદર આયોજન અને મહેનતને કારણે સંપૂર્ણપણે શિસ્તબદ્ધ અને સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમની રમતભાવનાને બિરદાવવામાં આવી હતી.