મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 7મા આરોપી શાહરુખ હાજીભાઈ ખોડના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1392 મળી આવી હતી.જો કે, દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હોય પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.