મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના પાછળ નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (૧) યોગેશભાઇ સવશીભાઇ અગેચણીયા (૨) હીતેશભાઇ રમેશભાઇ પરમાર (૩) ચંદુભાઇ મેરૂભાઇ અગેચણીયા (૪) જશવંતભાઇ મુકેશભાઇ પાટડીયા (૫) અનીલભાઇ શંકરભાઇ અગેચણીયા (૬) સલીમભાઇ કરીમભાઇ ચાનીયા અને આરોપી (૭) મેરૂભાઇ મુન્નાભાઇ અગેચણીયાને રોકડા રૂપિયા ૧૯૪૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.