સુંદરગઢના શખ્સે કેનાલ પાસે ખાડો ખોદી કેરબામાં દારૂ છુપાવ્યો હતોહળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામથી પાંડાતીરથ જવાના રસ્તે કેનાલ પાસે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જમીનમાં કેરબામાં દાટેલ વિદેશી દારૂની 30 બોટલ મળી આવી હતી.જો કે, દરોડા દરમિયાન દારૂ છુપાવનાર સુંદરગઢનો આરોપી હાથ લાગ્યો ન હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂના વેચાણ અંગેની બાતમીને આધારે પોલીસે સુંદરગઢ ગામથી પાંડાતીરથ જવાના રસ્તે કેનાલ પાસે દરોડો પાડી જમીનમાં દાટેલ પ્લાસ્ટિકના કેરબામાંથી વિદેશી દારૂની 30 બોટલ કિંમત રૂપિયા 42,000 કબ્જે કરી હતી.વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રમણિક ઉર્ફે બુઘો અવચરભાઈ કોળી રહે.સુંદરગઢ વાળાનો હોવાનું ખુલતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.