મોરબી : મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં અલગ અલગ ત્રણ દરોડા પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ ગુન્હા રજીસ્ટર કરાવ્યા હતા.પ્રથમ દરોડામાં પેરોલ ફર્લો સ્ક્વોડે મોરબી શહેરના વાવડી રોડના નાકા પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા આરોપી અશરફખાન હાફિઝ ઝુલા રહે.સિપાઈવાસ, મોરબી વાળાને રોકડા રૂપિયા 1320 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર - હસનપર રોડ પર જાલી ચોકડી પાસેથી આરોપી ધર્મેન્દ્ર વાઘજીભાઈ મેસરિયા રહે. નવાપરા, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 1300 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.જ્યારે ત્રીજા દરોડામાં થાન ચોકડી પાસેથી પોલીસે આરોપી નીતિન મનસુખભાઇ ધરજીયા રહે.મિલપ્લોટ,વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 1650 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.