એસઓજી ટીમે અદાણી સીએનજી પંપ નજીકથી આંદરણા ગામના શખ્સને 9.48 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીને દબોચ્યોમોરબી : મોરબી શહેર - જિલ્લામાં દેશી, વિદેશી દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થના વેચાણ સાથે યુવાધનને બરબાદ કરવા હવે ડ્રગ્સ માફિયાઓ મેફેડ્રોન ડ્રગ્સના પેડલરોને પણ મેદાનમાં ઉતારી નશાનું નેટવર્ક વિસ્તાર્યું હોવાની હકીકત વચ્ચે મોરબી એસઓજી ટીમે હળવદ - મોરબી હાઇવે પર અદાણી સીએનજી પંપ પાસેથી એક શખ્સને 9.48 ગ્રામ મેફેડ્રોન સાથે દબોચી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે ટીમે મોરબી - હળવદ હાઇવે પર અદાણી સીએનજી પંપ નજીક દરોડો પાડી આંદરણા ગામના રહેવાસી ડ્રગ્સ પેડલર આરોપી રૈયાભાઈ ઉર્ફે રાયમલ મૈયાભાઈ બાંભવા ઉ.34 નામના શખ્સને 9.48 ગ્રામ મેફેડ્રોન કિંમત રૂપિયા 28, 440 સાથે દબોચી લઈ રૂપિયા 5000નો મોબાઈલ તેમજ મેફેડ્રોન વેચાણ થકી મેળવેલ રૂપિયા 3400 મળી કુલ રૂ.37,340 કબ્જે કરાયા હતા. હાલમાં એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી નશીલું મેફેડ્રોન ક્યાંથી લાવ્યો અને કોને - કોને વેચાણ કર્યું તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.