મોરબી : મોરબીના વીર જવાન ગણેશભાઈ પરમાર કે જેઓ થોડા દિવસ પહેલા ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયા હતા. ત્યારે મોરબી વોટર સપ્લાય એસોસિએશન દ્વારા વીરગતિને પામેલા વીર જવાન ગણેશભાઈ પરમારના ઘરે જઈ પરિવારને સાંત્વના આપી હતી તથા 85 હજાર રોકડ રકમ મદદ સ્વરૂપે આપી હતી અને અન્ય લોકો પણ આ સેવાના કાર્યમાં જોડાઈ પરિવારને મદદરૂપ થવા અપીલ કરી હતી.