પંજાબ બેંકમાં નાણાં જમા થયે એટીએમથી ઉપાડી કમિશન મેળવ્યું હતુંમોરબી : દેશભરમાં હાહાકાર મચાવી રહેલા સાયબર માફિયાઓના એજન્ટ બની બેન્ક કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યા બાદ સાયબર માફિયાઓએ છેતરપિંડીથી મેળવેલા રૂ.24.09 લાખ સગેવગે કરનાર મોરબીના વધુ બે આરોપીઓ સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.સાયબર માફિયાઓ સામે રાજ્ય વ્યાપી ઝુંબેશ અંતર્ગત મોરબી સાયબર ક્રાઈમ પોલીસે શહેરના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરામાં રહેતા આરોપી સંજય ખેંગારભાઈ સોલંકી અને આરોપી મનોજ મોહનભાઇ ચૌહાણે પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં સાયબર માફિયાઓ છેતરપિંડીથી જમા કરાવેલ રૂ.24,09,150ની રકમ જમા કરાવ્યા બાદ આરોપીઓએ રૂપિયા 10 હજાર કમિશન મેળવી છેતરપિંડીના નાણાં એટીએમ, ચેકથી ઉપાડી સગેવગે કર્યા હોવાનું સામે આવતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.