મોરબી: પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, મોરબી દ્વારા આગામી 21 ડિસેમ્બરે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાનાર 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ'ના ભાગરૂપે મોરબીની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને 'શાંતિનું દાન' આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભાગદોડ ભરી આધુનિક જીવનશૈલીમાં સુખ-શાંતિ ભરેલું જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો.બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા આ શાંતિદાન કાર્યક્રમોનું આયોજન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવ્યું હતું, જેમાં નેસડા પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલ, શ્રી વિદ્યામંદિર બગથળા, ગ્લિસન મીડલ સ્કૂલ -મોરબી, વાત્સલ્ય વિદ્યાલય - મોરબી, અભિનવ સ્કૂલ- મોરબી, ઓમ શાંતિ વિદ્યાલય, તથા જીનિયસ ટ્યુશન ક્લાસીસનો સમાવેશ થાય છે. આ શૈક્ષણિક સત્રો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં શાંતિનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.