મોરબી : સરવડની કે.પી.હોથી ઉ.મા.વિદ્યાલયમાં તા. 19-12-2025 ના રોજ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ પોતે જ વિવિધ ફૂડ સ્ટોલ ગોઠવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્કૂલ પ્રાંગણ રંગબેરંગી સજાવટ અને ખુશીની લાગણીથી છલકાતું હતું.આ મેળામાં દાબેલી સ્ટોલ, ભુંગળા બટેટા સ્ટોલ, બટેટા સ્ટોલ, ફ્રેંચ ફ્રાઈસ, પાણી પુરી, સોડા અને લચ્છી જેવા વિવિધ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો અને ખાદ્ય પદાર્થો સ્વચ્છતા સાથે તૈયાર કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ ગ્રાહકો સાથે શિસ્તબદ્ધ અને વિનમ્ર વ્યવહાર કર્યો. દાબેલી અને પાણી પુરી સ્ટોલ પર સૌથી વધુ ભીડ જોવા મળી હતી. ગરમગરમ ફ્રેંચ ફ્રાઈસ અને ભુંગરા બટેટા સૌને ખૂબ ગમ્યા. ઠંડી હોવા છતાં સોડા અને લચ્છી સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓમાં સહકાર, આયોજન શક્તિ અને વ્યવહારુ જ્ઞાન વિકસ્યું. શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. આ રીતે અમારી સ્કૂલનો આનંદ મેળો સફળ અને યાદગાર રહ્યો હતો.