મોરબી: મોરબીની મહિલાઓને સુરક્ષા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્વાવલંબનના મંચ પર સશક્ત બનાવવા માટે એક ઐતિહાસિક પહેલ થવા જઈ રહી છે. કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા શહેરમાં પ્રથમ વખત આટલા વ્યાપક સ્તરે “વુમન એમ્પાવરમેન્ટ મેગા કેમ્પ – 2026” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સંપૂર્ણપણે પ્રેક્ટિકલ અને એક્ટિવિટી આધારિત રહેશે, જેનો હેતુ સામાન્ય બહેનોને તેમના રોજિંદા જીવનમાં સીધો ઉપયોગ કરી શકાય તેવું કૌશલ્ય અને જ્ઞાન પૂરું પાડવાનો છે.આ મેગા કેમ્પમાં માત્ર પ્રવચનો નહીં, પરંતુ હાથોહાથ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મહિલાઓ માટે છ મુખ્ય વિષયો આવરી લેવામાં આવશે. જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી ‘સેલ્ફ-ડિફેન્સ’ (Self-Defence) ની લાઇવ પ્રેક્ટિકલ તાલીમ મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, મહિલાઓના આરોગ્ય અને માનસિક શાંતિ માટે હેલ્થ, સેફટી અને સ્ટ્રેસ રિલીફનું માર્ગદર્શન અપાશે. આજના ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે ડિજિટલ સેફટી અને સાયબર અવેરનેસ અંગે સરળ સમજ આપવામાં આવશે, જેથી મહિલાઓ ઓનલાઈન ફ્રોડથી બચી શકે.મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે હોમ બિઝનેસ અને ગૃહ ઉદ્યોગ માર્ગદર્શન પણ આપવામાં આવશે. વળી, પેરેન્ટિંગ અને ફેમિલી ગાઇડન્સ દ્વારા પારિવારિક જવાબદારીઓનું સંતુલન શીખવવામાં આવશે. કેમ્પ દરમિયાન, ફન એક્ટિવિટીઝ અને કોન્ફિડન્સ ગેમ્સ દ્વારા બહેનોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવામાં આવશે. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનારી 13 પ્રેરણાદાયી બહેનોનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.આ કેમ્પ આગામી રવિવારે, 11 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે 02:00 થી સાંજે 06:00 દરમિયાન સરસ્વતી શિશુ મંદિર, સનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. કેમ્પમાં હાજર રહેનાર દરેક બહેનને રાજકોટની પ્રખ્યાત ‘Kayapalat’ સંસ્થા તરફથી 500/- ની કિંમતનું કોમ્પ્લીમેન્ટરી હેલ્થ એન્ડ વેલનેસ ગિફ્ટ પણ આપવામાં આવશે. સીટ મર્યાદિત હોવાથી રજીસ્ટ્રેશન ફરજિયાત છે. બહેનો 9998906800 નંબર પર 'HI' લખીને સરળતાથી વોટ્સએપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કોઈ આયોજક ટ્રસ્ટ દ્વારા મોરબીની તમામ બહેનોને આત્મવિશ્વાસ અને સકારાત્મક પરિવર્તન લાવવાના આ પ્રયાસમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.