મોરબી: મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાયો છે. જૂની પોસ્ટ ઓફિસ ફાટક પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાહનોના થપ્પા લાગવાથી વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમયનો પણ વેડફાટ થઈ રહ્યો હોવાનું જણાવાયું છે.