ત્રણ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 8.50 લાખ પૈકી 68278 મતદારોના નામ રદ: તા.18 જાન્યુઆરી સુધી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ કરી શકાશેમોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝનની કામગીરીમાં એન્યુમરેશન ફોર્મ વિતરણ, ડિજિટાઇઝેશન અને મેપિંગની કાર્યવાહી પૂર્ણ થતા શુક્રવારે તા.19ના રોજ sir બાદ સુધારેલ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. સાથે જ નવી મતદાર યાદીમાં સમવાયેલ 48,483 મતદારોનું મેપિંગ થયું ન હોવાથી આવા તમામ મતદારોને આજથી જ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નોટિસ પાઠવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી તા.18 જાન્યુઆરી સુધીમાં આવા મતદારોએ પોતાના ઓળખના પુરાવા રજૂ કરવા પડશે અન્યથા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સમયે આવા અનમેપ મતદારોના નામ રદ કરી નાખવામાં આવશે.ગુજરાત સહિત 12 રાજ્યમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા 4 નવેમ્બરથી મતદારોને ઘરે ઘરે ફોર્મ વિતરણ શરૂ કરી SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન અંતર્ગત ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા શરૂ કરાવી હતી. SIR દરમિયાન મોરબી જિલ્લામાં સમાવિષ્ઠ ત્રણ વિધાનસભા બેઠકોમાં નોંધાયેલ 8.50 લાખથી વધુ મતદારોને ઘેર ઘેર ગણતરી પત્રક આપી વર્ષ 2002ની તુલનાએ મેપિંગ કરવામાં આવતા જિલ્લામાં કુલ 23,355 મતદાર મૃત હોવાનું, 4942 મતદાર ગેરહાજર હોવાનું, 36,056 મતદારો સ્થળાંતર થયા હોવાનું તેમજ 3161 મતદારો બે જગ્યાએ નામ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ 48,483 મતદારો વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હતા.વધુમાં મોરબી જિલ્લામાં SIR બાદ તૈયાર થયેલ મતદાર યાદીની શુક્રવારે પ્રાથમિક પ્રિસિધ્ધિ કરવામાં આવી છે જેમાં આ તમામ અનમેપ કેટેગરીમાં સામે આવેલ 48,483 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ આવા અનમેપ મતદારોને આજથી જ તેમની ઓળખના પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારી સમક્ષ હાજર રહેવા નોટિસ આપવાનું શરૂ કરાયું છે. જો આગામી તા.18 જાન્યુઆરી સુધીમાં અનમેપ મતદારો પોતાની ઓળખ સ્થાપિત નહીં કરી શકે તો આગામી 17 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદારયાદીમાંથી અનમેપ મતદારોના નામ કમી થઈ જશે.મતદારનું પોતાનું નામ વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં નથી તથા તેમના માતાનું કે પીતાનું કે દાદાનું કે દાદીનું નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં નથી તેવા મતદારોને મતદાર નોંધણી અધિકારી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ પુરાવા રજુ કરવા માટે નોટીસ આપવામા આવશે. જે મતદાર એન્યુમરેશન ફેઝમાં પોતાનું ગણતરી ફોર્મ જમા કરાવી શકેલ નથી તેવા મતદારો તથા જે વ્યક્તિએ ઉમર ૧૮ વર્ષ પૂર્ણ કરેલ છે અને એકપણ વાર અને કોઇ પણ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલ નથી તેવી વ્યક્તિ સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધીમાં નિયત ડેકલેરેશન ફોર્મ (ANNEXURE-D) સાથે ફોર્મ-૬ જમા કરાવી શકશે. જે વ્યક્તિની ઉંમર ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતી હોય તેવા યુવાનો એડવાન્સ એપ્લીકેશન હેઠળ ફોર્મ-૬ ડેકલેરેશન ફોર્મ (Annexure-D) સાથે ભરી શકશે. જે મતદારો સ્થળાંતર થઇને આવેલ છે અથવા પોતાની વિગતમાં સુધારો કરાવવા ઇચ્છતા હોઇ, EPIC કાર્ડ બદલવા માંગતા હોઇ અને PwD માર્કિંગ કરાવવા માંગતા હોઇ તેવા મતદારો સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધીમાં ફોર્મ-૮ જમા ભરી શકશે. મતદારો ઉક્ત સ્થળો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદારયાદીમાં પોતાનુ નામ જોઇ શકશે. ફોટા વગરની ડ્રાફ્ટ મતદારયાદી CEO કચેરી, ગુજરાત ની ceo.gujarat.gov.in વેબ-સાઇટ જોઇ શકાશે. મુસદ્દા મતદારયાદી (Draft Electoral Roll) અન્વયે તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધીમાં હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે રજુ કરી શકશે.SIR બાદ મોરબી જિલ્લાની સ્થિતિવિધાનસભા કુલ મતદાર રદ થયેલ એએસડીડી મતદાર અનમેપ મતદારમોરબી 296916 28840 20563ટંકારા 257614 13559 9094વાંકાનેર 295612 25879 18826કુલ 850142 68278 48483