મોરબી: મોરબીના નાની વાવડીમાં ભૂમિ ટાવર પાછળ આવેલા કબીરપાર્ક વિસ્તારમાં રઝળતા ઢોર મોટી સંખ્યામાં છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે પરેશાની અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આખલાઓ છાસવારે યુદ્ધ સર્જે છે અને વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. સ્થાનિકોએ આ અંગે મહાપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે. સ્થાનિક તરુણભાઈએ મોરબી અપડેટને જણાવ્યું કે ગઈકાલે મહાપાલિકાએ બેથી ત્રણ ઢોર પકડ્યા હોવા છતાં, હજુ પણ મોટી સંખ્યામાં રઝળતા ઢોર આ વિસ્તારમાં હાજર છે, જેના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. આથી, મહાપાલિકા દ્વારા સઘન ઢોર પકડ કામગીરી કરવામા આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.