મોરબી: મોરબી ખાતે કાર્યરત વિરા સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે એક સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી છે. મોરબીના પંચાસર રોડ પર ગોપાલ ઓઇલ મીલ સામે આવેલ વીરા લેમિનેટ ખાતે તમામ પ્રકારના જરૂરી સાધનો નિ:શુલ્ક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.ફાઉન્ડેશન ખાતે વ્હીલચેર, ઓટો પલંગ, વોકર, વોટર બેડ, કોમ્બો ચેર, યુરિન પોટ, એર બેડ અને બેડ પાન જેવા મેડિકલ સાધનો જરૂરિયાત મુજબ વિના મૂલ્યે આપવામાં આવે છે. આ સેવા સવારે 09 થી સાંજના 06 કલાક સુધી ઉપલબ્ધ છે. તેમજ રવિવારે રજા રહેશે. આ સેવા મેળવવા માટે ભાર્ગવભાઈ વિડજાનો 7859929198 અથવા 6353092100 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.