મોરબી: પરહિતકર્મ ગ્રુપના સભ્ય સાગરભાઈ કડીવાર દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી સેવા અને પરોપકારના માધ્યમથી કરવામાં આવી હતી, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાગરભાઈ કડીવાર દ્વારા જન્મદિવસ નિમિત્તે હાઇવે વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર જરૂરિયાતમંદ બાળકો માટે સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે 125 થી વધુ બાળકોને ગરમાગરમ ડ્રાયફ્રૂટ દૂધપૌઆ પીવડાવીને તેમની ભૂખ સંતોષી હતી. આ ઉપરાંત, તેમણે 50 થી વધુ શેરી શ્વાનોને પણ દૂધ પીવડાવીને અબોલ જીવો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી હતી. 'અબોલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના ઉત્તમ ઉદાહરણ સાથે સાગરભાઈ કડીવારે અન્ય લોકોને પણ પોતાના આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારની પ્રેરણાદાયક ઉજવણી કરવા માટે અપીલ કરી હતી.