મોરબી : આજે તા. 20-12-2025 ને શનિવારના રોજ સતત શિક્ષણ તથા રમત ગમત ક્ષેત્રે હંમેશા અગ્રસર રહેતા બગથળા ગામ મુકામે નકલંક સ્પોર્ટ ક્લબ–બગથળા દ્વારા ભવ્ય રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન બગથળા બસ્ટેન્ડની બાજુમાં રાત્રે 8 કલાકે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ અંદર મોરબી જિલ્લાની 16 ટીમ ભાગ લેશે. તો ટુર્નામેન્ટનો લાભ નિહાળવા માટે દરેક રમતપ્રેમી જનતાને નકલંક સ્પોર્ટ –બગથળા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ગામ તથા આજુબાજુના ગામના યુવાનોમાં રમત પ્રત્યેની જાગૃતતા વધે અને ભાઈચારો બની રહે તેમજ અત્યારની યંગ જનરેશન મોબાઈલ છોડીને રમત જગતમાં આવે તેવા હેતુથી કરવામાં આવ્યું છે.