મોરબી : મોરબી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરાયું છે. આ કેન્દ્ર પર દરરોજ મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે આજ રોજ મોરબી-માળિયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શ્રમ રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા સહિતના અગ્રણીઓએ મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે મંત્રી કાંતિલાલ અમૃતિયાની સાથે માળિયા તાલુકા સંઘના પ્રમુખ, APMCના વાઈસ ચેરમેન મનહરભાઈ બાવરવા, મોરબી સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર, મોરબી માળિયા પ્રોસેસિંગના પ્રમુખ બાબુભાઈ ઉધરેજા, મોરબી જૂથ સેવા સહ મંડળીના પ્રમુખ જયંતીભાઈ દેત્રોજા, મોરબી વિભાગ સેવા સહ મંડળીના પ્રમુખ અમરશીભાઈ દેત્રોજા, પૂર્વ પ્રમુખ માળિયા તાલુકા ભાજપ પ્રાણજીવનભાઈ કાવર તેમજ ગુજકોમાસોલના અધિકારી અને સંઘના મેનેજર ઉત્સવભાઈ રામાવત તથા કર્મચારી ગણ અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.