ગઈકાલે શેરી નં.3 અને 4માં તેમજ આજે શેરી નં.8માં મહાપાલિકાનું જેસીબી ચાલ્યુંમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે સતત બીજા દિવસે લાતી પ્લોટમાં ડીમોલેશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. આ બે દિવસમાં મહાપાલિકાએ અંદાજે 70 જેટલા મકાનોના દબાણો તોડી પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકા દ્વારા લાતી પ્લોટ શેરી નં.3 અને 4ની વચ્ચે જે મકાનોના દબાણો હતા. તે દૂર કરવાની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 40 થી વધારે મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ મહાપાલિકાની ટીમ દ્વારા લાતી પ્લોટ શેરી નં.8માં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 30 જેટલા મકાનો દૂર કરાયા છે. આમ સતત બે દિવસ સુધી મહાનગરપાલિકા દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીં 9 મીટરની શેરી દબાણોના કારણે 4 થી5 મીટરની થઈ ગઈ હતી. તેથી આ શેરી ખુલ્લી કરવા અને ભૂગર્ભ ગટર સહિતની કામગીરી ચાલુ છે. ત્યારે શેરીઓ ખુલ્લી કરવા માટે 2 દિવસમાં મહાપાલિકા દ્વારા 70 જેટલા મકાનો પર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.