મોરબી : છેલ્લા 15 વર્ષથી મોરબીના સામાકાંઠે ચકલી બચાવો ઝુંબેશ ચલાવતા લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરા અને તેમના પુત્રનો 18 ડિસેમ્બરના રોજ જન્મદિવસ હતો. ત્યારે તેમણે આ જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી. મોહિતબાઈ ઘોડાસરા અને તેમના પુત્રના જન્મદિવસે તેમણે જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ મળે તે માટે 200 નંગ ધાબળાનું વિતરણ કર્યું હતું અને ખરા અર્થમાં જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.