ટંકારા : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી તથા બીઆરસી ભવન ટંકારા દ્વારા જબલપુર પ્રાથમિક શાળા ખાતે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આનંદદાયી શનિવાર, યોગ તેમજ શારીરિક શિક્ષણ માટેની ત્રી દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ટંકારા તાલુકાના 60 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં પ્રાણાયામ, યોગ, આપણી જૂની રમતો વગેરે જેવા વિષયો પર વિવિધ સેશન રાખવામાં આવ્યા હતાં. શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ કરવા માટેની ક્રિયાઓ સાથે આનંદદાયી શનિવાર અંતર્ગત શાળામાં કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે તમામ શિક્ષકોને સઘન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે નીરવભાઈ માનસેતા, અશ્વિનભાઈ સદાતિયા તેમજ કમલેશભાઈ ગોસરાએ સુંદર કામગીરી કરી હતી. સાથે દેવજીભાઈ પડસુંબિયા તથા સલિમભાઈ રાજાએ પણ શિક્ષકોને વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર તાલીમ ટંકારા તાલુકા બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી જેને સફળ બનાવવા વર્ગ સંચાલક તરીકે કૌશિકભાઈ ઢેઢી તેમજ ભાવેશભાઈ દેત્રોજાએ જહેમત ઉઠાવી હતી.