મોરબી : મોરબી શહેરના ભડિયાદ વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી સીટી બી ડીવીઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમા રહે.સો ઓરડી, મોરબી વાળાને રોકડા રૂપિયા 1000 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.