મોરબી : મોરબીમાં આગામી ૨૫ ડિસેમ્બર ગુરુવારના રોજ સવારે 8 થી બપોરના 1 કલાક દરમિયાન સાર્થક વિદ્યામંદિર ખાતે દસમા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. નવ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષોમાં સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે 25 ડિસેમ્બર (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણીમાં આવશે. આ ઉજવણી દરમિયાન તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ /સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહતદરે વેચાણ, માહિતીપ્રદ પ્રદર્શની, શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ વગેરે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે. શાળાએ આવવાના રસ્તા પર કામ ચાલુ હોવાથી તુલસી દિવસની મુલાકાતે આવનાર તમામ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસ વાળા ફાટકથી ડીમાર્ટ થઈને આવવા તથા આપના વાહન એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાખવા જણાવવામાં આવ્યું છે.