પાર્ટી દ્વારા મોરબી શહેરમાં જન જાગરણ યાત્રાનું આયોજન કરાશેમોરબી : મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટી રામ વિલાસ, પાર્ટીના મોરબી જિલ્લા અધ્યક્ષ મલય દફતરી, ઉપાધ્યક્ષ સંજય શેઠ તેમજ સચિવ પિયુષભાઈ ભીંડા અને પાર્ટીના સલાહકાર બોર્ડના વિનોદભાઈ લાલજીભાઈ પલણ, મહેશભાઈ જયંતીભાઈ પીઠડીયા તેમજ કાઉન્સિલ સભ્યો હિરેનભાઈ, ભરતભાઈ અને યુવા આર્મી રુદ્રરાય દફતરી તેમજ વરીષ્ઠ કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં તારીખ 16 ડિસેમ્બર ને મંગળવારના રોજ એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પાર્ટીની આગળની ગતિવિધિ અને હોદ્દેદારોની નિમણૂક બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટી (R) ના જિલ્લા મહામંત્રી તરીકે મનોજસિંહ લખધીરસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. સલાહકાર બોર્ડમાં સતુભા રમુભા ઝાલાની નિયુક્તિ કરવામાં આવી છે. મનોજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લામાં પાર્ટીના કાર્યોને આગળ વધારવા માટેના જરૂરી સુચનો સાથે જિલ્લા સચિવ પિયુષભાઈ દ્વારા લોક સંપર્કની વિવિધ યોજનાઓની વાત કરવામાં આવી હતી. તેમજ ઉપાધ્યક્ષ સંજયભાઈ દ્વારા પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં હવે શું હોઈ શકે તેની જાણ કરવામાં આવી હતી. મોરબી શહેરમાં એક સ્વાગત સાથે જન જાગરણ યાત્રાનું પણ નજીકના દિવસોમાં આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી હતી.