મોરબી: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટના સ્વયંસેવક કુંભાર સલીમની પસંદગી રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિન પર્વની પરેડમાં થઈ છે. સલીમની NSS ટુકડીમાં પસંદગી થતાં તેઓ જાન્યુઆરી 2026માં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરના કેમ્પમાં જોડાશે અને 26મી જાન્યુઆરીની પરેડમાં સામેલ થશે.આ પસંદગી પાછળ સલીમની સક્રિયતા જવાબદાર છે. તેમણે ક્રમિક રીતે સ્થાનિક, યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ પસંદગી મેળવ્યા બાદ 31 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2025 દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાયેલ West Zone Pre Republic Day Campમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનના આધારે તેમની દેશની રાજધાની ખાતેની પરેડ માટે પસંદગી કરવામાં આવી છે.સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી માત્ર કુંભાર સલીમની જ આ રાષ્ટ્રીય કેમ્પ માટે પસંદગી થઈ છે. તેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલ 12 ભાઈઓ-બહેનોની ટુકડીમાં સામેલ થશે. આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી રજનીભાઈ મહેતા, પ્રિન્સિપાલ ડૉ. રામભાઈ વારોતરિયા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ધ્રુવ, NSS સ્વયંસેવકો અને કોલેજ પરિવારે હર્ષની લાગણી વ્યક્ત કરીને કુંભાર સલીમને અભિનંદન પાઠવ્યા છે.