વીરપર મચ્છુના મોરબીના સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં અરજીમોરબી : મોરબી- 2 સામાકાંઠા વિસ્તારમાં નવી અદ્યતન સિવિલ હોસ્પિટલ બનાવવા અંગે વીરપર મચ્છુના મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી / ભાવિકભાઈ ભટ્ટ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી સરકારી હોસ્પિટલ ગાંધી ચોક ખાતે આવેલ છે. આરોગ્ય કેન્દ્રમાં આવનાર નાગરિકોની સંખ્યા વધુ પડતી હોવાથી પાર્કિંગ સુવિધાથી માંડીને બધી જ દ્રષ્ટિએ એક જ હોસ્પિટલ અપૂરતી છે. તો મોરબી 2 ખાતે સામાકાંઠે નવી અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવા માંગ કરવામાં આવી છે. જો મોરબી - 2 સામાકાંઠે નવી સિવિલ હોસ્પિટલ બને તો માળીયા તાલુકામાંથી, હળવદ તાલુકામાંથી તેમજ વાંકાનેરના ગ્રામજનોને સામાકાંઠે પ્રવેશતા આરોગ્ય સુવિધા મળે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય.