ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ જીતની આશા વ્યક્ત કરતી આમ આદમી પાર્ટીમોરબી : પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70%થી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી મળેલા વિજયને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા એ જણાવ્યું હતું કે, આ જીત એ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની જીત છે. પંજાબના લોકોએ કામની રાજનીતિ પર ભરોસો મૂકીને 4 વર્ષ દરમિયાન કરેલા આમ આદમી પાર્ટીના કામોને જોઈને પ્રચંડ જીત અપાવી હતી અને ખોટા વાયદાઓ કરેલ પાર્ટીઓને ઘરભેગી કરી હતી. આવી જ રીતે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને જ સ્વીકારશે જેનો અમને વિશ્વાસ છે.