મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લાલપર પાસે રાત્રીના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેને પરિણામે અહીં લાંબો ટ્રાફિકજામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાહનોની અહીં લાંબી કતારો લાગી હોય, અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.