મોરબી : મોરબી તાલુકાના રંગપર - જેતપર રોડ પર વિરાટનગર નજીક આરજે - 07 - જીઈ - 4713 નંબરના ટ્રક ચાલકે જીજે - 10 - સીબી - 0383 નંબરનું બાઈક લઈને જઈ રહેલા કિરણસિંહ રાજુભાઇ પરમાર રહે.હાલ રંગપર ગામની સિમ, મોરબી વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા રાજુભાઇ મોતીભાઈ પરમાર રહે.રફાળેશ્વર વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.