મોરબી : મોરબીના ગણેશભાઈ પરમાર જેઓ ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયા હતા. તેમના પરિવારની મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારે મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. આ સાથે જિલ્લા કોંગ્રેસ પરિવારે રૂ.75 હજાર જેટલું આર્થિક યોગદાન અર્પણ કર્યું હતું. વધુમાં સ્વ.ગણેશભાઇએ આપેલા બલિદાનનું સમગ્ર મોરબી હમેશા ઋણી રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.