મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ- 2025 (રાષ્ટ્રીય સ્તર પસંદગી સ્પર્ધા આગામી તારીખ 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ મોરબીના વાવડી રોડ પર કબીરધામ પાસે આવેલી વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાશે.જેમાં 27 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી લોકનૃત્ય અને લોકગીત સ્પર્ધા યોજાશે. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, અમરેલી, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, દાહોદ. રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર શહેર, જામનગર ગ્રામ્ય, જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્યની સ્પર્ધા યોજાશે. 28 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી લોકનૃત્ય અને લોકગીત સ્પર્ધા યોજાશે. જેમાં પોરબંદર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, આણંદ, ખેડા, ગીર સોમનાથ, બનાસકાંઠા, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, નવસારી, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, બોટાદ, કચ્છ-ભુજ અને મોરબી જિલ્લાની સ્પર્ધા યોજાશે. તારીખ 28 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે તમામ જિલ્લાઓ માટે ડેક્લેમેશન, ચિત્રકલા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજાશે. તો તમામ સ્પર્ધકોને રિપોર્ટીંગ સમયે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. વધુ માહિતી માટે સત્યજીત વ્યાસ (પ્રાંત યુવા વિકાસ અધિકારી) મો.નં. 8780235518 અથવા નિરતી અંતાણી (પ્રાંત યુવા વિકાસ અધિકારી) મો.નં. 8141473860 નો સંપર્ક કરવા જણાવાયું છે.