ટંકારા : મોરબી જિલ્લામાં યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ અસામાન્ય સિદ્ધિ મેળવી છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થિનીઓએ દેત્રોજા નેન્સી અને ફુલતરીયા યાત્રીની વિજ્ઞાન કૃતિએ જિલ્લા કક્ષાએ અવ્વલ ક્રમ મેળવી ઝોન કક્ષા માટે પસંદગી પામી શાળાનું નામ રોશન કર્યું છે. તેમની આ ઉત્કૃષ્ટ કૃતિની પસંદગી હવે ઝોન કક્ષાના પ્રદર્શન માટે કરવામાં આવી છે, જે આગામી સમયમાં ભુજ ખાતે યોજાનાર છે. આ બાળ વૈજ્ઞાનિકો હવે ભુજમાં ઝોન કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરશે. બાળ છાત્રાએ કરેલી આ વૈજ્ઞાનિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં વૈજ્ઞાનિક વિચાર કેળવવા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવે છે, જે તેમની 'સ્કિલ' (કૌશલ્ય) ને સાચું સ્થાન અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ મહેનતુ વિદ્યાર્થીનીઓ દેત્રોજા નેન્સી અને ફુલતરીયા યાત્રી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક હિરલબેન પટેલને અભિનંદન મળી રહ્યા છે.