મોરબી: મોરબી જિલ્લામાં આવેલા મીતાણા અને છતર ગામ વચ્ચેના માર્ગ પર કેટલાક યુવકો ભયજનક રીતે બાઇક સ્ટંટ કરતા નજરે પડ્યા છે. અંદાજે ચારથી પાંચ નબીરાઓ રોડ પર બાઇક પર ખતરનાક સ્ટંટ કરી રહ્યા હતા. ત્યારે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ આ સ્ટંટ કરનારાઓને પોતાના કેમેરામાં કેદ કર્યા છે.વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક યુવક તો બાઇક પર સૂતા સૂતા તેને બેફામ ગતિએ ચલાવી રહ્યો છે. જેના કારણે અન્ય વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ખતરો ઊભો થયો હતો. એક બાઇકનો નંબર 9550 હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. ત્યારે આ નબીરાઓને યોગ્ય પાઠ ભણાવવા લોક માંગ ઉઠી છે જેથી રોડ પરની સલામતી જળવાઈ રહે.