મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા તેમની સેવા અને સહકારની ભાવનાને અનુરૂપ એક મહત્ત્વપૂર્ણ સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી.આ ટ્રાયસિકલ લાયન્સ ક્લબના દાતા લા. હસુભાઈ પાડલિયા તરફથી આપવામાં આવી હતી અને તેનું વિતરણ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ, શક્ત શનાળા ખાતે કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યક્રમમાં ભૂતપૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, લાયન સભ્યો ઉપેશભાઈ પાડલિયા અને ચેતનભાઈ રાબડીયાની હાજરીમાં લાભાર્થી વસ્તાભાઈ ભવાનભાઈ ચાવડાને આ ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. ક્લબના સભ્યોએ વસ્તાભાઈને ફુલહારથી અભિવાદન કરીને શુભ સંદેશો પાઠવ્યો હતો. તેમને ટ્રાયસિકલ આપીને સમાજમાં સરળતાથી હરીફરી શકે તે માટેની ઉમદા ભાવના સાથે આ સેવાકીય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવાયું છે.