મોરબી: મોરબી ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવનું આયોજન આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. આ યોગ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોકોને આનંદ માણવા અને તે આનંદની સાથે યોગને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ખાસ નોંધનીય છે કે, મોરબીમાં અનેક યોગ શિબિરોનું આયોજન થતું હોવા છતાં, આ પર્ટીક્યુલર યોગ મહોત્સવ મોરબીનો છઠ્ઠો યોગ મહોત્સવ છે અને તે ઘણા બધા વર્ષો પછી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે લોકોને હજી બીજા ત્રણ દિવસ સુધી જોડાવાનો અને યોગ દ્વારા જીવનને સ્વસ્થ અને આનંદિત બનાવવાનો મોકો મળ્યો છે. આ મહોત્સવમાં ઇન્ટરનેશનલ યોગ કોચ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ટરનેશનલ યોગ કોચ શૈલેષજી રાઠોડ દ્વારા અને આયોજકો દ્વારા સૌને આ મહોત્સવમાં જોડાવવા અનુરોધ કરાયો છે.