મોરબી : છેલ્લા ઘણા દિવસથી ઉઠી રહેલી માંગ અને રજૂઆતો બાદ આખરે તંત્ર દ્વારા મોરબી રાજકોટ હાઇવે ના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-રાજકોટ હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી-રાજકોટ હાઇવે પર ઠેર ઠેર પડી ગયેલા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. ખાડાઓના કારણે ઠેર ઠેર ટ્રાફિક પણ સર્જાતો હતો.આ અંગે ટંકારા કોંગ્રેસના નેતા મહેશ રાજકોટિયાએ 15 દિવસ પહેલા આ બાબતે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત કેટલાક રાજકીય અગ્રણીઓએ પણ હાઇવે સમારકામની રજૂઆતો કરી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ આ અંગે રજૂઆત કરી હતી. મોરબી અપડેટ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે તમામ રજૂઆતો બાદ આખરે તંત્ર જાગ્યું છે અને મોરબી-રાજકોટ હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરી છે.