મોરબી : મોરબીમાં મેડિકલ કોલેજ પાસે આજે બપોરના સમયે રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ રીક્ષાચાલક રીક્ષા મૂકી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.