મોરબી : મોરબી શહેરના વાવડી વિસ્તારમાં કબીર આશ્રમ નજીક સતનામ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ નાથાભાઇ વાંક ઉ.43 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.