મોરબી : મોરબી નાગરિક સહકારી બેંક લિમિટેડની વર્ષ 2024-25ની સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ મોરબી નાગરીક સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર પ્રમુખ ભરતભાઈ મીરાણી, ડિરેક્ટરો આપાભાઈ કુંભરવાડિયા, પ્રભુભાઈ ભૂત, ચંદ્રિકાબેન પલાણ, પૂર્વ ડિરેક્ટર રાઘવજીભાઈ ગડારાના હસ્તે યોજાયો હતો. આ ભેટ વિતરણ તારીખ 13 ડિસેમ્બર ને શનિવાર તેમજ 14 ડિસેમ્બર ને રવિવારે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. આમ આજે રવિવારે પણ સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવશે. ભેટ લેવા આવતા દરેક સભાસદે સભાસદનું ઓળખપત્ર સાથે લઈને આવવા જણાવાયું છે. ઉપરોક્ત તારીખ બાદ વિતરણ કાર્યક્રમ બેંકની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે જેની દરેક સભાસદોએ નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે.