મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સલીમ હાજીભાઈ ખલીફા રહે.રણછોડનગર અને આરોપી હુસેન બચુભાઇ સુમરા રહે.જોન્સનગર વાળાને રોકડા રૂપિયા 1580 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.