જવેલર્સ, મેડિકલ અને નમકીનની દુકાનોના તાળા તોડી અંદાજે રૂ.1.20 લાખના મુદ્દામાલની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ મોરબી : મોરબીના આમરણમાં તસ્કરોએ રાત્રીના સમયે તરખાટ મચાવી એક સાથે ત્રણ-ત્રણ દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધર્યાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આમરણ ગામમાં બસ સ્ટેન્ડમાં આવેલ બાલાજી માર્કેટમાં તા.12ના રોજ રાત્રીના 2થી 3 વાગ્યાના અરસામાં ચાર જેટલા તસ્કરો ત્રાટકયા હતા. તેઓએ ત્રણ દુકાનોને નિશાન બનાવી તેના તાળા તોડી ચોરી કરી હતી. આ મામલે સ્થાનિક મિહિરભાઈ કુંભરવાડિયાએ વિગતો આપતા જણાવ્યું કે સરોજ જવેલર્સમાંથી ચાંદીનો સેટ અને સાકળા સહિત અંદાજે રૂ.40 હજારની વસ્તુ ચોરાઈ છે. જ્યારે બાલાજી મેડિકલમાંથી રૂ.7 હજારની રોકડ અને બાલાજી સ્વીટ એન્ડ નમકીનમાંથી રૂ.40 હજારનો મુદ્દામાલ ચોરી થયો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે.