મોરબી : નશામુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની તથા માતૃશકિત મોરબી જિલ્લા દ્વારા બે સ્થળો ઋષિકેશ વિદ્યાલય, મોરબી-2 તથા ઓમશાંતિ વિદ્યાલય, શનાળા રોડ, સરદાર બાગ સામે, મોરબી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વક્તા તરીકે દેવાંગીબેન વ્યાસ (વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહીની મોરબી પ્રખંડ સંયોજિકા) પદ સાંભળ્યું હતું. આ તકે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા માતૃશક્તિ સંયોજીકા મિતલબેન પરેચા, મોરબી નગર પ્રખંડ દુર્ગાવાહિની સહસંયોજિકા માયાબેન વાઘાણી તેમજ બંને વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ સહિત તમામ ઉપસ્થિત રહીને નશામુકતી અને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.