મોરબી: મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 14/12/2025 રવિવારના રોજ મેઇન્ટનન્સ કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં માઇક્રોન ઇન્ડ. અને એજે ભારત ઇન્ડ.ફીડરમાં સવારે 8:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે. આ ફીડર હેઠળના હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.