પોલીસ બંદોબસ્ત સાથે મામલતદારની કાર્યવાહી : રૂ.1 કરોડની જમીન ખુલ્લી કરાવાયમોરબી : મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોએ સરકારી જગ્યા પર દબાણ કરી ઘર બનાવેલું હોય તંત્ર દ્વારા આજે બન્ને ઘરોનું ડીમોલેશન કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર અરુણોદય સર્કલ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલની સામે મોરબી સીટી બી ડિવિઝનમાં દારૂના ગુનામાં સંડોવાયેલ જુસબ હબીબ જામ તથા વલી મામદના મકાનના દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ મામલે મામલતદાર હિતેશ કુંડારિયાએ જણાવ્યું કે પોલીસ દ્વારા અસામાજિક તત્વોના દબાણની યાદી આપવામાં આવી હતી. જેમાં તપાસ કરતા બન્ને મકાનો સર્વે નં.20ના સરકારી ખરાબામાં આવતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેથી 20 ચોરસ મીટરના બન્ને મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે રૂ.1 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.