મોરબી : રાજકોટ - મોરબી હાઇવે પર અજંતા ફેકટરી નજીક તા.30 નવેમ્બરના રોજ બપોરના સમયે જીજે - 03 - બીટી - 9640 નંબરના આઇસર ચાલક કટ્ટમાંથી વળાંક વળતા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલ જીજે - 36 - એજે - 9768 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે આઇસર સાથે અકસ્માત સર્જતાં કારમાં બેઠેલા મહિલા અને પુરુષને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતની આ ઘટના અંગે આઇસર ચાલકે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.